શું બાઇબલ પૂરતું છે?
શું બાઇબલ પૂરતું છે? આ લેખ દર્શાવે છે કે ભલે બાઇબલમાં ઘણી બાબતો નોંધાયેલી નથી, અને કેટલીક બાબતો જાણીજોઈને બાકાત રાખવામાં આવી છે, તોપણ જે લખવામાં આવ્યું છે તે જીવન તથા ભક્તિભાવ માટે સંપૂર્ણપણે પૂરતું છે.
“ઈસુએ બીજા ઘણાં ચમત્કારિક ચિહ્નો
શિષ્યોની સમક્ષ કર્યા,
કે જેનું વર્ણન આ પુસ્તકમાં કરેલું નથી.
પણ ઈસુ તે જ ખ્રિસ્ત, ઈશ્વરના દીકરા છે,
એવો તમે વિશ્વાસ કરો અને વિશ્વાસ કરીને
તેમના નામથી જીવન પામો, માટે આટલી વાતો લખેલી છે.”
યોહાન 20:30-31
“ઈસુએ બીજાં ઘણાં કરેલાં કામ છે,
જો તેઓમાંનું દરેક લખવામાં આવે
તો એટલા બધાં પુસ્તકો થાય
કે તેનો સમાવેશ આ દુનિયામાં થાય નહિ,
એવું મારું માનવું છે.”
યોહાન 21:25
આ કલમો પ્રમાણે, ઈસુએ કરેલાં
“…બીજાં ઘણાં કરેલાં કામ…”
અને
“…બીજા ઘણાં ચમત્કારિક ચિહ્નો…” હતાં, જેમને નોંધવામાં ન આવે
એવું ઈશ્વરે પસંદ કર્યું. તેમણે બીજી ઘણી વાતો કહી અને બીજાં ઘણાં કામો કર્યાં, જે
“વાસ્તવિક જીવનના” ઐતિહાસિક બનાવો હતા, પણ ઈશ્વરે પોતાના અપાર જ્ઞાનમાં
તેમને નોંધવામાં ન આવે એવું પસંદ કર્યું.
ફરીથી ધ્યાન આપો…
“…બીજા ઘણાં ચમત્કારિક ચિહ્નો… કે જેનું વર્ણન આ પુસ્તકમાં કરેલું નથી…”
“…બીજાં ઘણાં કરેલાં કામ… જો તેઓમાંનું દરેક લખવામાં આવે…”
તો પછી:
- પ્રથમ, બનેલી બીજી ઘણી બાબતો લખવામાં આવી નથી.
- બીજું, ભૂતકાળમાં કેટલીક વાતો માણસને પ્રગટ કરવામાં આવી હતી, જે લખવામાં પણ
આવી ન હતી, અને તેથી આપણા બાઇબલમાં સમાવવામાં આવી નથી.
“જયારે તે સાત ગર્જના બોલી
ત્યારે હું લખી લેવાનો હતો
પણ મેં સ્વર્ગથી એક વાણી એવું કહેતી સાંભળી કે
‘સાત ગર્જનાએ જે જે વાત કહી
તેઓને તું લખીશ નહિ…’”
પ્રકટીકરણ 10:4
આ શાસ્ત્રભાગમાં ઈશ્વરે યોહાનને આ વાણીઓ સાંભળવા અને સમજવા દીધી. તોપણ તેને આજ્ઞા
કરવામાં આવી હતી કે “…તું લખીશ નહિ…”.
પરિણામે, યોહાને સાત વિશ્વાસી સમુદાયોને જે પત્ર લખ્યો તે આપણી પાસે છે, પણ આ
વાણીઓના શબ્દો લખેલા આપણી પાસે નથી. આ કલમ એવા જ એક બનાવનું વર્ણન કરે છે:
“…તેને પારાદૈસમાં લઈ જવાયો
અને જે વાતો બોલવી માણસને ઉચિત નથી
એવી અકથનીય વાતો તેણે સાંભળી.”
2 કરિંથીઓ 12:4
આ માણસ જે કોઈ હોય, તેણે કેટલીક વાતો સાંભળી અને તેમને
“અકથનીય” અને “બોલવી માણસને ઉચિત નથી” એવી કહી, પણ આ
વાતો લખેલી કે આપણા બાઇબલમાં સમાવેલી આપણી પાસે નથી.
- ત્રીજું, એવી ઘણી બાબતોની નોંધ આપણી પાસે છે જે ઈશ્વરે માણસને લખવા દીધી, પણ
તેમને બાઇબલમાં સમાવવામાં આવી નથી. ઉદાહરણ તરીકે, નવા કરારમાં…
“આ પત્ર વાંચ્યા પછી તમે તેને
લાઓદિકિયાના વિશ્વાસી સમુદાયમાં પણ વંચાવજો,
અને લાઓદિકિયામાંથી જે પત્ર આવે તે તમે વાંચજો.”
કલોસ્સીઓ 4:16
લાઓદિકિયાના લોકોને લખાયેલો આ પત્ર આપણી પાસે નથી.
જૂના કરારમાં…
“રાજા દાઉદના શાસનમાં બનેલા બધા જ બનાવો
પહેલેથી છેલ્લે સુધી પ્રબોધક શમુએલ,
પ્રબોધક નાથાન અને
પ્રબોધક ગાદના પુસ્તકોમાં લખેલા છે.”
1 કાળવૃતાંત 29:29
નાથાનનું કે ગાદનું પુસ્તક આપણી પાસે નથી, તેમ જ આ પુસ્તકો પણ આપણી પાસે નથી: યહોવાહના યુદ્ધોની યાદી (ગણના 21:14), યાશારનું પુસ્તક (યહોશુઆ 10:13, 2 શમુએલ 1:18), શમાયા પ્રબોધકનાં લખાણો (2 કાળવૃતાંત 12:15), ઇદ્દો પ્રબોધકનો ટીકાગ્રંથ (2 કાળવૃતાંત 13:22), અને યેહૂની તવારિખ (2 કાળવૃતાંત 20:34).
સારાંશમાં…
- બનેલી બીજી ઘણી બાબતો લખવામાં આવી નથી.
- ઈશ્વરે માણસને પ્રગટ કરેલી કેટલીક વાતો પણ લખવામાં
આવી નથી.
- લખવામાં આવેલી ઘણી બાબતોને
બાઇબલમાં સમાવવામાં આવી નથી.
તોપણ, જે બાબતો લખવામાં આવી, તે એક ચોક્કસ હેતુથી લખવામાં આવી.
નીચેની કલમો પર વિચાર કરો…
“કેમ કે જેટલું અગાઉ લખેલું હતું,
તે આપણને શિખામણ મળે તે માટે લખવામાં આવ્યું હતું કે,
ધીરજથી તથા પવિત્રશાસ્ત્રમાંના દિલાસાથી
આપણે આશા રાખીએ.”
રોમનો 15:4
“હવે તે સર્વ તેઓના પર આવી પડ્યું
તે તો આપણને સમજે તે માટે થયું;
જેઓનાં પર યુગોનો અંત આવી લાગ્યો છે
એવો બોધ આપણને મળે તેને સારુ તે લખવામાં આવ્યું છે.”
1 કરિંથીઓ 10:11
બાઇબલમાં જે બાબતો આપણી પાસે છે, તે આપણી શિખામણ અને આપણા બોધને માટે લખવામાં આવી હતી.
“મર્મો યહોવાહ આપણા ઈશ્વરના છે,
પણ પ્રગટ કરેલી વાતો
સદા આપણી તથા આપણાં સંતાનોની છે,
તેથી આપણે આ નિયમનાં સર્વ વચનો પાળીએ.”
પુનર્નિયમ 29:29
આ કલમ પ્રમાણે, ઈશ્વરે કેટલીક બાબતો “મર્મ” તરીકે રહેવા દીધી છે, અને કેટલીક
બાબતો તેમણે માણસને “પ્રગટ” કરી છે, જેથી માણસ તેમને યોગ્ય રીતે પ્રતિભાવ આપે.
આ કલમ આપણને કહે છે કે જ્યારે આપણે ઈશ્વરના વચન પાસે આવીએ, ત્યારે આપણે હંમેશાં
તેમને પૂછવું જોઈએ કે તેમણે આપણને જે પ્રગટ કર્યું છે તેના પ્રતિભાવમાં તેઓ આપણી
પાસે શું કરાવવા ઇચ્છે છે. યાદ રાખો, કેટલીક બાબતો બની જે લખવામાં આવી નથી,
કેટલીક વાતો કહેવામાં આવી જે લખવામાં આવી નથી, અને કેટલીક બાબતો લખવામાં આવી પણ
આપણા બાઇબલમાં સમાવવામાં આવી નથી. તેથી, જે બાબતો આપણે બાઇબલમાં વાંચીએ છીએ તે
એક હેતુથી “પ્રગટ” કરવામાં આવી છે: કે તેઓ જે કહે છે તે પ્રમાણે આપણે કરીએ,
વર્તીએ અને પ્રતિભાવ આપીએ.
“તેમણે પોતાના મહિમા વડે તથા સાત્વિક્તાથી આપણને બોલાવ્યા,
એમને ઓળખવાથી તેમના ઈશ્વરીય સામર્થે આપણને
જીવન તથા
ભક્તિભાવને લગતાં
સઘળાં વાનાં
આપ્યા છે.”
2 પિતર 1:3
છેવટે, આ કલમ આપણને કહે છે કે જે આપણી પાસે છે તે
“જીવન તથા
ભક્તિભાવને લગતાં સઘળાં વાનાં” છે. આપણા જીવનની જરૂરિયાત ગમે તે હોય,
ઈશ્વરના લખેલા વચનમાં ક્યાંક ને ક્યાંક ઈશ્વરનું એવું પ્રગટીકરણ છે જે આપણને જીવવા
માટે અને ભક્તિભાવથી જીવવા માટે જે જોઈએ તે આપશે.
હા, કેટલીક બાબતો બની જે કદી લખવામાં આવી નથી, કેટલીક વાતો કહેવામાં આવી જે કદી
લખવામાં આવી નથી, અને કેટલીક બાબતો લખવામાં આવી જે આપણને ઉપલબ્ધ નથી. તોપણ, એટલું
જાણી લો કે જે આપણી પાસે છે તે પૂરતા કરતાં પણ વધારે છે, કારણ કે ત્યાં પ્રગટ
થયેલા ઈશ્વરના જ્ઞાન દ્વારા ભક્તિભાવથી જીવવા માટે જે કંઈ જરૂરી છે તે બધું આપણી
પાસે છે.
સમાપન
જીવન તથા ભક્તિભાવ માટે આપણને જે કંઈ જરૂરી છે તે બધું ઈશ્વરના વચનમાં આપણી પાસે છે.
સંબંધિત લેખો
← વચનનું મહત્વ પાને પાછા જાઓ