માથ્થી 4 માં શેતાને ઈસુનું ત્રણ વાર પરીક્ષણ કર્યું, અને દરેક વખતે ઈસુએ પવિત્રશાસ્ત્રમાંથી ટાંકીને ઉત્તર આપ્યો: “એમ લખેલું છે કે…”. અંતે (કલમ 11) શેતાન તેમને મૂકીને ગયો. જો આપણે મુખપાઠ કરીને તેમનાં વચનો આપણા હૃદયમાં સંઘરી રાખીએ, તો આપણે પણ એમ કરી શકીએ. યોહાન 14:26 કહે છે: “પણ સહાયક, એટલે પવિત્ર આત્મા, જેમને પિતા મારે નામે મોકલી આપશે, તે તમને બધું શીખવશે અને મેં જે સર્વ તમને કહ્યું તે સઘળું તમારાં સ્મરણમાં લાવશે.”
“પછી ઈસુનું પરીક્ષણ શેતાનથી થાય એ માટે આત્મા તેમને અરણ્યમાં લઈ ગયા. ચાળીસ રાતદિવસ ઉપવાસ કર્યા પછી તેમને ભૂખ લાગી. પરીક્ષણ કરનારે તેમની પાસે આવીને કહ્યું કે, “જો તું ઈશ્વરનો દીકરો છે, તો આ પથ્થરોને કહે કે, તેઓ રોટલી થઈ જાય.” પણ ઈસુએ ઉત્તર આપતા કહ્યું કે, “એમ લખેલું છે કે, ‘માણસ એકલી રોટલીથી નહિ, પણ દરેક શબ્દ જે ઈશ્વરના મુખમાંથી નીકળે છે તેથી જીવશે.’” ત્યારે શેતાન તેમને પવિત્ર નગરમાં લઈ ગયો અને ભક્તિસ્થાનના બુરજ પર તેમને ઊભા રાખ્યા, અને તેમને કહ્યું કે, “જો તું ઈશ્વરનો દીકરો છે, તો પોતાને નીચે પાડી નાખ; કેમ કે એમ લખેલું છે કે, ‘ઈશ્વર પોતાના સ્વર્ગદૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે; અને દૂતો તને પોતાના હાથો પર ધરી લેશે, જેથી તારો પગ પથ્થર સાથે ન અફળાય.” ઈસુએ તેને કહ્યું, “એમ પણ લખેલું છે કે, ‘પ્રભુ તારા ઈશ્વરનું તું પરીક્ષણ ન કર.’ ફરીથી શેતાન તેમને ઘણાં ઊંચા પહાડ ઉપર લઈ ગયો અને દુનિયાના સઘળાં રાજ્યો તથા તેઓનો વૈભવ તેમને બતાવ્યા. અને તેમને કહ્યું કે, “જો તું પગે પડીને મારું ભજન કરશે, તો આ સઘળાં હું તને આપીશ.” ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “અરે શેતાન, દૂર જા! કેમ કે લખેલું છે કે, ‘પ્રભુ તારા ઈશ્વરનું ભજન કર અને એકલા તેમની જ સેવા કર.’” ત્યારે શેતાન તેમને મૂકીને ગયો; અને સ્વર્ગદૂતોએ તેમની પાસે આવીને તેમની સેવા કરી.”
માથ્થી 4:1-11
આપણને ઈશ્વરનાં સર્વ હથિયાર સજવાની આજ્ઞા આપવામાં આવી છે, અને તેમાં સુવાર્તા જણાવવાની તૈયારીરૂપી પગરખાં પહેરવાનો પણ સમાવેશ થાય છે. એફેસીઓ 6:15 કહે છે: “તથા શાંતિની સુવાર્તાની તૈયારીરૂપી પગરખાં પહેરીને, ઊભા રહો.” સુવાર્તા જણાવવા માટે તૈયાર રહેવાનો એક માર્ગ મુખપાઠ છે.
જેથી તમે ઉત્તર આપી શકો. નીતિવચનો 22:20-21 કહે છે: “મેં તારા માટે સુબોધ અને ડહાપણની ત્રીસ કહેવતો એટલા માટે લખી રાખી છે કે, સત્યનાં વચનો તું ચોક્કસ જાણે જેથી તને મોકલનાર છે તેની પાસે જઈને સત્ય વચનોથી તું તેને ઉત્તર આપે?”
યર્મિયાના જીવનના આ સમયે, ઈશ્વરનું વચન બોલવાને લીધે આખો દિવસ તેનો “તિરસ્કાર અને નિંદા” થતાં હતાં (યર્મિયા 20:8). તેથી યર્મિયાનું વલણ ખોટું થઈ ગયું, અને તેણે નક્કી કર્યું કે હવે તે ઈશ્વર માટે બોલશે નહિ. પણ ઈશ્વરનું વચન તેની અંદર અગ્નિની જેમ બળતું હતું, અને તે ચૂપ રહી શક્યો નહિ.