ઈશ્વરનું વચન વાંચો

“અને જયારે તે તેના રાજ્યાસને બેસે પછી
તેણે લેવી યાજકો પાસેથી
આ નિયમની નકલ પુસ્તકમાં ઉતારે
અને તે તેની પાસે રહે
અને તેના જીવનપર્યત તેમાંથી વાંચે કે,
તે યહોવાહનો ડર રાખતાં શીખીને
આ નિયમનાં સર્વ વચનો તથા વિધિઓનું પાલન કરે.”
પુનર્નિયમ 17:18-19

ઈશ્વરે પોતાના લોકોને રાજા વિષે સૂચના આપી ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે રાજા રાજ્યાસન પર બેસે કે તરત જ તેણે ઈશ્વરના વચનની પોતાની અંગત નકલ બનાવવી, તેને પોતાની પાસે રાખવી, અને જીવનભર રોજ તે વાંચવાની આદત પાડવી. આમ કરવાથી રાજા પોતાના ઈશ્વર પ્રભુનો ડર રાખતાં શીખશે. તો પછી, જો આજે આપણે પણ ઈશ્વરનો ડર રાખતાં શીખવા ઇચ્છતા હોઈએ, તો આપણે પણ રોજ ઈશ્વરનું વચન વાંચવાની આદત પાડવી જોઈએ!

રોજ ઈશ્વરનું વચન વાંચો!


પુનર્નિયમ 8:3 માં ઈશ્વરે કહ્યું:

“…માણસ ફક્ત રોટલીથી જ જીવિત રહેતો નથી,
પણ યહોવાહના મુખમાંથી નીકળતા
દરેક વચનોથી માણસ જીવે છે.”
પુનર્નિયમ 8:3

ઈશ્વરે બોલેલાં વચનોમાં એવું કોઈ વચન છે, જે આપણા આત્માને માટે નકામું હોય? આ કલમમાં ઈશ્વર કહે છે કે દરેક વચન માણસને જીવવા માટે છે.

દરેક વચન વાંચો!


“ઈશ્વરનું દરેક વચન પરખેલું છે…”
નીતિવચનો 30:5
“દરેક શાસ્ત્રવચન ઈશ્વરનાં આત્મા તરફથી આવ્યું છે,
માટે આપણે તેને એ રીતે વાંચીએ કે જેથી ઈશ્વરના વિશેનું સત્ય શીખવી શકીએ.
વળી આપણે તેને એવી રીતે વાંચવું કે આપણે લોકોને સમજાવી શકીએ
કે તેઓ સત્ય પર વિશ્વાસ કરે.
જયારે લોકો પાપ કરે ત્યારે તેમને સુધારે.
તેમ જ લોકો ને એ પણ શીખવે કે ભલું કેવી રીતે કરવું.
આપણે આ બાબતો એ માટે કરવી જોઈએ કે જેથી
જે સર્વ પ્રકારની સારી બાબતો જેની તેને જરૂર છે
તે કરવા ઈશ્વર દરેક વિશ્વાસીને તાલીમ આપે.”
2 તિમોથી 3:16-17

આ કલમમાં ઈશ્વર કહે છે કે દરેક શાસ્ત્રવચન બંને છે: #1 ઈશ્વર તરફથી પ્રેરિત, અને #2 ઉપયોગી – શીખવવા, સમજાવવા, સુધારવા અને તાલીમ આપવા માટે. પવિત્રશાસ્ત્રનો કેટલો ભાગ ઈશ્વર તરફથી પ્રેરિત છે? આખું! પવિત્રશાસ્ત્રનો કેટલો ભાગ આપણને ઉપયોગી છે? આખું! તો પછી પવિત્રશાસ્ત્રનો કેટલો ભાગ આપણે વાંચવો જોઈએ? આખું!

આખું પવિત્રશાસ્ત્ર વાંચો!


કેમ કે એવું લખેલું છે કે:

તો ચાલો, આપણા જીવનના સર્વ દિવસો આખું પવિત્રશાસ્ત્ર વાંચવાનો પ્રયત્ન કરીએ!

ઉપરની વાતોને ધ્યાનમાં રાખીને, અને તે સાચી છે એવો વિશ્વાસ રાખીને, વાચકને મદદરૂપ થાય એવી આશાથી અમે નીચેનાં સૂચનો આપીએ છીએ:


← વચન ગ્રહણ પાના પર પાછા જાઓ