આ લેખ વાચકને નીચેના પ્રશ્ન વિષે પવિત્રશાસ્ત્ર તપાસવાનો પડકાર આપે છે: શું દર અઠવાડિયે ફક્ત એક જ પાળકે ઉપદેશ કરવો જોઈએ – કે પછી (પવિત્ર આત્મા જેમ માણસોને બોલવા પ્રેરે તેમ) સર્વ માણસો તરફથી ઉપદેશ આવવો જોઈએ? કૃપા કરીને નીચેનું પવિત્રશાસ્ત્ર વિચારો:
હેતુ ઘણો સ્પષ્ટ હતો: દરેક વ્યક્તિના પોતાના ફાળા દ્વારા મંડળીની ઉન્નતિ થાય (1 કરિંથીઓ 14:5, 16). એફેસસની મંડળીને લખેલા પાઉલના પત્રમાં પણ ફરીથી આ જ વાત દેખાય છે:
ઈશ્વરે જુદા જુદા લોકોને જુદાં જુદાં કૃપાદાનો આપ્યાં, જેથી “ઈશ્વરની અનેક પ્રકારની કૃપા” (1 પિતર 4:10) વડે મંડળીની ઉન્નતિ થાય. ઈશ્વરનાં બધાં વિવિધ કૃપાદાનો કોઈ એક માણસ પાસે હોતાં નથી. તેથી ખ્રિસ્તના શરીરની ઉન્નતિનું આખું કામ એક માણસ કરી શકતો નથી. 1 કરિંથીઓ 12 માં પાઉલ ફરીથી શરીર સાથે મળીને કામ કરે એની જરૂરિયાત પર ભાર મૂકે છે:
અહીં એક માણસ, દિયોત્રેફેસનું, ઉદાહરણ છે, જે મુખ્ય થવા ચાહતો હતો, એટલે કે આખા સમૂહ પર પ્રભુત્વ જમાવવા ચાહતો હતો. આખી મંડળી પર એક જ વ્યક્તિ આગેવાન હોય એ જોખમી છે. એમાં એકબીજા પર અંકુશ અને સમતોલન રાખવાની કોઈ જગ્યા રહેતી નથી. (અમેરિકાનું) બંધારણ લખનારાઓએ પણ શાસનવ્યવસ્થા વડીલમંડળના વિચાર પ્રમાણે ઘડી હતી, એટલે કે માણસોનો એક સમૂહ, જે સાથે મળીને શાસનની જવાબદારી સંભાળે. મંડળીના વડીલોને પિતરની સૂચના એ હતી કે “ઈશ્વરના લોકોનું જે ટોળું તમારી સંભાળમાં છે તેનું પ્રતિપાલન કરો” (1 પિતર 5:2), પણ “તમારી જવાબદારીવાળાં સમુદાય પર માલિક તરીકે નહિ, પણ તેમને આદર્શરૂપ થાઓ” (1 પિતર 5:3).
આપણે યાદ રાખવું જોઈએ કે દર અઠવાડિયે એકઠા મળવાનું કારણ આ છે: (1) રોટલી ભાંગવી (પ્રેરિતોનાં કૃત્યો 2:42), (2) પ્રાર્થના, (3) પ્રેરિતોનો બોધ, (4) પ્રેમ રાખવા તથા સારાં કામ કરવા માટે એકબીજાને ઉત્તેજન અને બોધ આપવો (હિબ્રૂઓ 10:24-25), (5) ગીતો, સ્ત્રોત્રો તથા આત્મિક ગાયનોથી એકબીજાને શીખવવું અને બોધ કરવો:
ના. એવું લાગે છે કે સમયે સમયે કોઈક વ્યક્તિ કોઈ ચોક્કસ પ્રદેશની મંડળીમાં આવતી અને બોલતી. એનું એક જાણીતું ઉદાહરણ ત્રોઆસની મંડળીમાં પાઉલનો ઉપદેશ છે. અઠવાડિયાને પહેલે દિવસે તેઓ રોટલી ભાંગવા એકઠા થયા, અને પાઉલે “મધરાત સુધી પોતાનો ઉપદેશ ચાલુ રાખ્યો” (પ્રેરિતોનાં કૃત્યો 20:7).
પરંતુ જો દર અઠવાડિયે ફક્ત એક જ વ્યક્તિ ઉપદેશ કરતી હોય, અને એકબીજાને ઉત્તેજન તથા બોધ આપવાની કે બીજાઓને સાંભળવાની કોઈ તક ન હોય, તો ઈશ્વરે જે રીતે સૂચના આપી છે તે રીતે શરીરની ઉન્નતિ થતી નથી. અને “યાદ રાખો, ઈશ્વરની મશ્કરી કરાય નહિ કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે” (ગલાતીઓ 6:7). આપણે જે વાવીએ તે જ લણીશું. જો આપણે ઈશ્વરના વચનનું શિક્ષણ કાળજીપૂર્વક ન અનુસરીએ, તો મંડળીને નુકસાન થશે. મંડળીની સાચી વૃદ્ધિ ફક્ત તેમણે ઠરાવેલી રીતે કામો કરવાની આજ્ઞાપાલનમાંથી જ આવી શકે છે (યહોશુઆ 1:8, ગીતશાસ્ત્ર 37:23, 1 કરિંથીઓ 14:40).
અમારી પ્રાર્થના છે કે અહીં જે લખ્યું છે તેનો તમે વિચાર કરો, અને બૈરિયાના લોકોની જેમ, એ વાતો એમ જ છે કે નહિ તે જાણવા માટે નિત્ય પવિત્રશાસ્ત્ર તપાસો: