નોંધ: આ લેખ સુવાર્તા શ્રેણીનો એક ભાગ છે.
પ્રારંભે જે ઈશ્વરે આકાશ તથા પૃથ્વી બનાવ્યાં, તેમણે માણસને પોતાના સ્વરૂપ પ્રમાણે બનાવ્યું. તે પહેલાં ઈશ્વરે ગ્રહો, વૃક્ષો, માછલીઓ, પક્ષીઓ તથા જમીન પરનાં સર્વ પ્રાણીઓ બનાવ્યાં હતાં, પણ ફક્ત માણસને જ ઈશ્વરના સ્વરૂપમાં ઉત્પન્ન કરવામાં આવ્યું.
ઈશ્વરની આખી સૃષ્ટિમાં માણસ અનોખો હતો, કારણ કે ઈશ્વરે તેનામાં પોતાનો શ્વાસ ફૂંક્યો. ઈશ્વરે માણસને પ્રાણીઓથી જુદો બનાવ્યો: તેને ફક્ત ભૌતિક શરીર જ નહિ, પણ જીવંત આત્મા પણ હતો.
યહોવાહ ઈશ્વરે ભૂમિમાંથી સર્વ પ્રકારનાં વૃક્ષ જે જોવામાં સુંદર તથા ખાવામાં સારાં તેઓને બનાવ્યાં. વળી વાડીની વચમાં જીવનનું વૃક્ષ તથા ભલુંભૂંડું જાણવાનું વૃક્ષ પણ ઉગાવ્યાં.
યહોવાહ ઈશ્વરે તે માણસને
એદનવાડીને ખેડવાને તથા તેની સંભાળ રાખવાને
તેમાં રાખ્યો.
યહોવાહ ઈશ્વરે તેને આજ્ઞા આપી અને કહ્યું,
“વાડીના દરેક વૃક્ષનું ફળ ખાવાને તું સ્વતંત્ર છે.
પણ સારું અને નરસું જાણવાના વૃક્ષનું ફળ
તું ખાઈશ નહિ,
કેમ કે જે દિવસે
તું તે ખાશે,
તે જ દિવસે નિશ્ચે તારું મરણ થશે.”
ઉત્પત્તિ 2:9, 15-17
ઈશ્વરે એદન દેશમાં એક વાડી રોપી, જેમાં અનેક પ્રકારનાં વૃક્ષો હતાં. વાડીની વચમાં બે મુખ્ય વૃક્ષો હતાં: જીવનનું વૃક્ષ અને ભલુંભૂંડું જાણવાનું વૃક્ષ. ઈશ્વરે કહ્યું કે તેઓ સુંદર ફળનાં સર્વ વૃક્ષોમાંથી ખાઈ શકે છે – ફક્ત એક સિવાય. વાડીનાં એ બે મુખ્ય વૃક્ષોમાંના એક, એટલે ભલુંભૂંડું જાણવાના વૃક્ષ વિષે, ઈશ્વરે કહ્યું: “તું ખાઈશ નહિ!” ઈશ્વરે માણસને તે વૃક્ષનું ફળ ખાવાની મના કરી એટલું જ નહિ, પણ એવું વચન પણ આપ્યું કે જે દિવસે તે તેમાંથી ખાશે, તે જ દિવસે નિશ્ચે તેનું મરણ થશે.
તે વૃક્ષનું ફળ ખાવામાં સ્વાદિષ્ટ, જોવામાં સુંદર
અને તે જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ છે, એવું જાણીને
સ્ત્રીએ તે ફળ તોડીને
ખાધું
અને તેની સાથે તેનો પતિ હતો તેને પણ આપ્યું.
તેણે પણ ફળ ખાધું.
ઉત્પત્તિ 3:6
સાપથી છેતરાઈને અને તેની વાતોમાં આવીને સ્ત્રીએ ફળ ખાધું. વૃક્ષ અને તેનું ફળ સુંદર છે એમ જોઈને, અને તે પોતાને જ્ઞાની બનાવશે એવું માનીને, તેણે તે ખાધું અને પછી પોતાના પતિને પણ આપ્યું, અને તેણે પણ ખાધું.
પણ યાદ રાખો, ઈશ્વરે કહ્યું હતું…
તો શું તેઓ મરણ પામ્યાં? તેઓની આંખો ઊઘડી ગઈ અને તેઓએ પોતાને માટે આવરણ બનાવ્યાં.
શારીરિક રીતે તેઓ જીવતાં અને સાજાં હતાં. આ ભાગ પરથી સ્પષ્ટ છે કે આદમ અને હવા
શારીરિક રીતે મરણ પામ્યાં નહિ. તેમ છતાં ઈશ્વરે ખૂબ સ્પષ્ટ રીતે કહ્યું હતું,
તેઓ મરણ પામ્યાં જ હતાં!
નોંધ: માણસને ઈશ્વરની સાથે સદાકાળ જીવવા માટે બનાવવામાં આવ્યો હતો. જે દિવસે આદમે પાપ કર્યું, તે દિવસે તે આત્મિક રીતે મરણ પામ્યો અને શારીરિક મરણની પ્રક્રિયા શરૂ થઈ, જેના અંતે નવસો ત્રીસ વર્ષની ઉંમરે તેનું શારીરિક મરણ થયું (ઉત્પત્તિ 5:5); અને જેઓ તેમનાથી દૂર છે તેઓને માટે નિશ્ચિત “બીજું મરણ” (પ્રકટીકરણ 20:14), એટલે ઈશ્વરથી સદાકાળનું વિયોગ, રાહ જુએ છે.
દિવસના ઠંડા પહોરે વાડીમાં પ્રભુ ઈશ્વરનો ચાલવાનો અવાજ તેઓના સાંભળવામાં આવ્યો, તેથી તે માણસ તથા તેની પત્ની પોતાને પ્રભુ ઈશ્વરના સાનિધ્યથી દૂર રાખવા માટે વાડીના વૃક્ષોની વચમાં સંતાયાં.
યહોવાહ ઈશ્વરે આદમને હાંક મારી કે,
“તું ક્યાં છે?”
આદમે કહ્યું કે, “મેં વાડીમાં તમારો અવાજ સાંભળ્યો
અને હું ગભરાયો.
કેમ કે હું વસ્ત્રહીન છું.
તેથી હું સંતાઈ ગયો.”
ઉત્પત્તિ 3:8-10
ધ્યાન આપો: તેઓએ ઈશ્વરની આજ્ઞા તોડી તે પહેલાં, શાસ્ત્ર ઉત્પત્તિ 2:25 માં જાહેર કરે છે કે
હવે, મના કરેલું ફળ ખાધા પછી, તેઓ સમજ્યા કે અમે વસ્ત્રહીન છીએ અને તેઓએ આવરણ બનાવ્યાં; તેઓ ઈશ્વરની હાજરીથી સંતાઈ ગયાં, અને પ્રભુએ હાંક મારી ત્યારે આદમ ગભરાયો. તેઓને નિશ્ચે કંઈક થયું હતું, પણ તે શારીરિક ન હતું. ફેરફાર અંદર થયો હતો. હા, ઈશ્વરે કહ્યું હતું તેમ જ તેઓ મરણ પામ્યાં; પણ તે શારીરિક મરણ ન હતું, પણ આત્મિક મરણ હતું (એફેસીઓ 2:5, કલોસ્સીઓ 2:13).
આદમને દીકરો થયો ત્યારે લખેલું છે કે બાળક પોતાના પિતા આદમની પ્રતિમા તથા સ્વરૂપ પ્રમાણે જન્મ્યો.
આદમને ઈશ્વરના સ્વરૂપમાં ઉત્પન્ન કરવામાં આવ્યો હતો. શેથ પોતાના પિતા આદમની પ્રતિમા તથા સ્વરૂપ પ્રમાણે જન્મ્યો, અને આદમ તો આત્મિક રીતે મરણ પામેલો હતો. તેથી શેથ પણ જન્મથી જ આત્મિક રીતે મરણ પામેલો હતો.
શું થયું તે વધુ સમજવા માટે આપણે રોમનો 5:12 તરફ જવું જોઈએ:
તે માટે જેમ એક મનુષ્યથી દુનિયામાં પાપ આવ્યું
અને પાપથી મૃત્યુ આવ્યું;
કેમ કે બધાએ પાપ કર્યું હોવાથી
બધા મનુષ્યોમાં મૃત્યુનો સંચાર થયો.
રોમનો 5:12
એક માણસ, એટલે આદમ દ્વારા, દુનિયામાં પાપ આવ્યું. તેનું પરિણામ આત્મિક મરણ હતું, અને આ આત્મિક મરણ પછી બધા માણસોમાં ફેલાયું, જેથી દરેક મનુષ્ય, આદમનો દરેક વંશજ, આત્મિક રીતે મરણ પામેલી સ્થિતિમાં જ દુનિયામાં આવે છે.
આદમે ઈશ્વરની સામે બળવો કર્યો તે પછીના તેના વંશજો વિષે, કૃપા કરીને આ ત્રણ કલમોનો વિચાર કરો:
પણ જેવું પાપ છે તેવું કૃપાદાન છે એમ નથી;
કેમ કે જો એકના અપરાધને લીધે ઘણાં મરણ પામ્યા,
તો વિશેષ કરીને એક માણસની એટલે ઈસુ ખ્રિસ્તની કૃપાથી
ઘણાંનાં ઉપર ઈશ્વરની કૃપા તથા દાન પુષ્કળ થયાં છે.
રોમનો 5:15
માટે જેમ
એક અપરાધથી બધા મનુષ્યોને શિક્ષા ફરમાવાઈ,
તેમ એક ન્યાયી કાર્યથી
બધા માણસોને જીવનરૂપ ન્યાયીકરણનું દાન મળ્યું.
રોમનો 5:18
કેમ કે જેમ એક મનુષ્યના આજ્ઞાભંગથી ઘણાં પાપી થયા,
તેમ જ એકના આજ્ઞાપાલનથી ઘણાં નિર્દોષ ઠરશે.
રોમનો 5:19
આદમના શારીરિક વંશજો આત્મિક રીતે ફક્ત મરણ પામેલા જ નથી, પણ તેઓ શિક્ષાને પાત્ર ઠરેલા છે, અને ઈશ્વર શાસ્ત્રમાં તેઓને પાપી કહે છે. પણ ધ્યાન આપો કે આ સ્થિતિ કોઈના પોતાના આજ્ઞાભંગથી આવી નથી. શાસ્ત્ર કહે છે:
| એકના અપરાધને લીધે | આપણે મરણ પામેલા છીએ |
| એક અપરાધથી | આપણને શિક્ષા ફરમાવાઈ છે |
| એક મનુષ્યના આજ્ઞાભંગથી | આપણે પાપી છીએ |
જો આદમ સાથેનો આપણો સંબંધ આપણને આત્મિક રીતે મરણ પામેલા બનાવે છે...
જો આદમ સાથેનો આપણો સંબંધ આપણને શિક્ષાને પાત્ર ઠરાવે છે...
જો આદમ સાથેનો આપણો સંબંધ આપણને પાપી બનાવે છે, તો
આપણે આદમ સાથે ક્યારે જોડાયા?
તેનો જવાબ છે: ગર્ભધારણની ક્ષણે.
જુઓ, હું અન્યાયીપણામાં જન્મ્યો હતો;
મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો હતો.
ગીતશાસ્ત્ર 51:5
ગર્ભધારણની એ જ ક્ષણે આપણે આદમ સાથે જોડાઈએ છીએ. આપણને બે આંખો, એક નાક, અને શાસ્ત્ર પ્રમાણે – એક મરણ પામેલો આત્મા હોય છે. તેથી આપણામાંનો દરેક, ગર્ભ ધારણ થાય તે જ ક્ષણે, માનવજાતનો સભ્ય, આદમનો વંશજ, અને મરણ પામેલો, શિક્ષાને પાત્ર ઠરેલો પાપી બને છે.
કોઈ સમજનાર અને કોઈ ઈશ્વરને શોધનાર છે કે નહિ
તે જોવાને યહોવાહે આકાશમાંથી મનુષ્યો પર દ્રષ્ટિ કરી.
દરેક માર્ગભ્રષ્ટ થયા છે;
તેઓ પૂરેપૂરા મલિન થઈ ગયા છે;
સત્કાર્ય કરનાર કોઈ નથી, ના એક પણ નથી.
ગીતશાસ્ત્ર 14:2-3
જે હંમેશા સારું જ કરે છે અને પાપ કરતો જ નથી
એવો એક પણ નેક માણસ પૃથ્વી પર નથી.
સભાશિક્ષક 7:20
આપણે સર્વ ઘેટાંની જેમ ભટકી ગયા છીએ;…
યશાયા 53:6a
અમે સર્વ અશુદ્ધ જેવા થયા છીએ
અને અમારાં સર્વ
ન્યાયી કાર્યો મલિન વસ્ત્રો જેવાં થયાં છે.
અમે સર્વ પાંદડાંની જેમ સુકાઈ જઈએ છીએ;
અમારા અપરાધો, પવનની જેમ અમને ઉડાવી જાય છે.
યશાયા 64:6
જેમ શાસ્ત્રમાં લખેલું છે તેમ કે;
‘કોઈ ન્યાયી નથી,
એક પણ નથી;
સમજનાર અને ઈશ્વરને શોધનાર કોઈ નથી;
તેઓ સર્વ ભટકી ગયા છે,
તેઓ બધા નકામા થયા છે;
સારું કામ કરનાર કોઈ નથી,
ના, એક પણ નથી
રોમનો 3:10-12
એ અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે
વાયુની સત્તાના અધિકારી, એટલે જે દુષ્ટાત્મા
આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં કાર્ય કરે છે,
તે પ્રમાણે અગાઉ ચાલતા હતા;
તેઓમાં આપણે સર્વ આપણી દેહની વાસનાઓ મુજબ પહેલાં ચાલતા હતા,
અને શરીરની તથા મનની ઇચ્છાઓ પૂરી કરતા હતા.
વળી પહેલાની સ્થિતિમાં બીજાઓના માફક ઈશ્વરના કોપને પાત્ર હતા.
આપણે પાપમાં મરણ પામેલા હતા ત્યારે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા,
એફેસીઓ 2:2,3,5a
તમે તમારા અપરાધોમાં
તથા તમારા મનુષ્યદેહની બેસુન્નતમાં મૃત હતા…
કલોસ્સીઓ 2:13a
આપણે ફક્ત આદમ દ્વારા જ શિક્ષાને પાત્ર ઠરેલા છીએ એવું નથી; આપણામાંના દરેકે વ્યક્તિગત રીતે ઈશ્વરનો નિયમ તોડ્યો છે. તો પછી આપણે કેવી રીતે પાપ કર્યું છે? – તે વિષેનો વિગતવાર લેખ હજી ગુજરાતીમાં ઉપલબ્ધ નથી.
આ વિષે વધુ જાણવા માટે આ વીડિયો ઉપદેશ જુઓ (અંગ્રેજીમાં): What is a sinner?