નોંધ: આ લેખ સુવાર્તા શ્રેણીનો એક ભાગ છે અને બધાએ પાપ કર્યું છે લેખનું અનુસંધાન છે.
માણસ સ્વભાવથી પાપી છે અને પાપ ઈશ્વર તથા માણસને અલગ કરે છે, તેથી ઈશ્વરથી થયેલા એ વિયોગને આપણે આ રીતે દર્શાવી શકીએ:
આપણી મરણ પામેલી અને શિક્ષાને પાત્ર ઠરેલી સ્થિતિ આદમના આજ્ઞાભંગનું પરિણામ છે, તેથી આ સત્ય સર્વ માણસોને લાગુ પડે છે. કોઈ પણ જાતિ, ધર્મ કે સામાજિક-આર્થિક સ્થિતિના હોય, તોપણ એ સત્ય છે કે
આખી માનવજાતની સ્થિતિનો સાર આ રીતે આપી શકાય:
દરેક મનુષ્ય આદમના વંશજ તરીકે જન્મે છે, અને તેથી મરણ પામેલો, શિક્ષાને પાત્ર ઠરેલો પાપી છે; માટે તેઓ સર્વ, દરેક જણ, ઈશ્વરની અપેક્ષા વિષે અધૂરાં રહે છે.
આ કલમ આપણને કહે છે કે પાપનું પરિણામ, એટલે પાપનો બદલો, મૃત્યુ છે. અહીં આપણે ઓળખવું જરૂરી છે કે “મૃત્યુ”નો અર્થ શો છે. મૃત્યુ શબ્દ આપણી આત્મિક રીતે મરણ પામેલી સ્થિતિ વર્ણવવા માટે વપરાય છે, જેમ કે
પણ અહીં રોમનો 6:23 માં, મૃત્યુ શબ્દ સદાકાળના મૃત્યુને વર્ણવે છે, જેમ કે
જેઓ મરણ પામે ત્યારે પણ આત્મિક રીતે મરણ પામેલા છે, જેઓનું નામ જીવનના પુસ્તકમાં લખેલું નથી, તેઓ સર્વને અગ્નિના સરોવરમાં નાખવામાં આવશે.
તેથી જ્યારે શાસ્ત્ર કહે છે કે
મોટા ભાગના લોકો ઈશ્વરની પોતાની જરૂરિયાત અનુભવીને, ઈશ્વરની સાથે સાચા ઠરવા માટે “કંઈક કરવાનો” પ્રયત્ન કરે છે. પોતાની અને ઈશ્વરની વચ્ચે જે અંતર છે એવું તેઓ અનુભવે છે, તેને દૂર કરવા માટે તેઓ એક પુલ બાંધવાનો પ્રયત્ન કરે છે. કેટલાક સારાં કામો દ્વારા પ્રયત્ન કરે છે, જેમ કે બીજાઓને મદદ કરવી, ગરીબોને દાન આપવું, કે લોકો પ્રત્યે દયાળુ કામો કરવાં. કેટલાક ધાર્મિક આચરણો દ્વારા પ્રયત્ન કરે છે, જેમ કે ધાર્મિક સભાઓમાં હાજરી આપવી, પ્રાર્થના કરવી, કે ઉપવાસ કરવો. કેટલાક આશા રાખે છે કે બાપ્તિસ્મા કે પ્રભુભોજન જેવી ધાર્મિક વિધિઓ દ્વારા તેઓ હવે ઈશ્વરની શિક્ષા નીચેના મરણ પામેલા પાપી નહિ રહે. જ્યારે આપણે આવી બાબતો, એટલે આપણાં પોતાનાં કામોને આધારે ઈશ્વર પાસે જઈએ છીએ, ત્યારે ઈશ્વર તેઓને “મલિન વસ્ત્રો” કહે છે, જેમ નીચેની કલમમાં છે:
“અમે સર્વ અશુદ્ધ જેવા થયા છીએ
અને અમારાં સર્વ ન્યાયી કાર્યો મલિન વસ્ત્રો જેવાં થયાં છે.
અમે સર્વ પાંદડાંની જેમ સુકાઈ જઈએ છીએ;
અમારા અપરાધો, પવનની જેમ
અમને ઉડાવી જાય છે.”
યશાયા 64:6
શું માણસ કોઈ કાર્ય કે કાર્યો દ્વારા પોતાની પાપી સ્થિતિમાંથી પોતાનો ઉદ્ધાર કરી શકે? શું તે પોતાને આત્મિક રીતે સજીવન કરી શકે અને પવિત્ર ઈશ્વરની દ્રષ્ટિમાં રહેલી શિક્ષાને દૂર કરી શકે? શાસ્ત્ર શું કહે છે?
“કેમ કે તમે કૃપાથી વિશ્વાસદ્વારા ઉદ્ધાર પામેલા છો, અને એ તમારાથી નથી,
એ તો ઈશ્વરનું દાન છે; કરણીઓથી નહિ, રખેને કોઈ અભિમાન કરે;”
એફેસીઓ 2:8-9
“એ તમારાથી નથી”
“ત્યારે આપણાં પોતાનાં કરેલાં ન્યાયીપણાનાં કામોથી નહિ, પણ તેમની દયા પ્રમાણે નવા જન્મનાં સ્નાનથી
તથા પવિત્ર આત્માનાં નવીનીકરણથી તેમણે આપણને બચાવ્યા. પવિત્ર આત્માને તેમણે આપણા ઉદ્ધારકર્તા
ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણા ઉપર પુષ્કળ વરસાવ્યા છે;”
તિતસ 3:5-6
“ન્યાયીપણાનાં કામોથી નહિ”
“પણ જે મનુષ્ય પોતે કરેલા કામ પર નહિ, પણ અધર્મીને ન્યાયી ઠરાવનાર પર વિશ્વાસ કરે છે,
તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણાયો છે.”
રોમનો 4:5
“કરેલા કામ પર નહિ, પણ … વિશ્વાસ કરે છે”
“પણ જો તે કૃપાથી થયું, તો તે કરણીઓથી થયું નથી, નહિ તો કૃપા તે કૃપા કહેવાય જ નહિ.”
રોમનો 11:6
“તે કરણીઓથી થયું નથી”
આ વિષે વધુ જાણવા માટે આ વીડિયો ઉપદેશ જુઓ (અંગ્રેજીમાં): Righteousness: Counted, Credited, Imputed.