ફક્ત અઠવાડિયે એક વાર મંડળીમાં જવું અને ક્યારેક ક્યારેક પવિત્રશાસ્ત્ર વાંચવું પૂરતું નથી? એ વિચાર સાથે એક ભાઈએ પૂછ્યું હતું, “શું તમે ખરેખર માનો છો કે ઈશ્વર સાથે રોજ સંગત કરવી જરૂરી છે?” નીચેનો પત્ર એ પ્રશ્નના જવાબમાં લખાયો હતો.
થોડા દિવસ પહેલાં તમે પૂછેલો પ્રશ્ન મારા માટે ખરેખર ઘણો લાભદાયી રહ્યો. વર્ષોથી હું રોજ પ્રભુ સાથે ગાઢ સંગત શોધતો આવ્યો છું; હું તેમનો અવાજ સાંભળવા ઝંખું છું, જેથી હું તેમને આધીન થાઉં અને એ રીતે તેમના પ્રત્યેનો મારો પ્રેમ સાબિત કરું. આ રોજ કરવાની મને અંદરથી ફરજ લાગતી રહી છે. પણ થોડા દિવસ પહેલાં તમે એ પ્રશ્ન પૂછ્યો, ત્યારે મારે મનમાં પોતાને પૂછવું પડ્યું — “હું આ રીતે કેમ વિચારું છું?” ત્યારથી હું સતત તપાસતો રહ્યો છું કે હું જે રીતે વિચારું છું તે રીતે કેમ વિચારું છું. શું મારી યુવાનીમાં કોઈને આવું શીખવતાં મેં સાંભળ્યું હતું એટલે? શું મેં ક્યાંક આ વાંચ્યું હતું? શું આ વિચારો મેં મારા પોતાના મનમાં ઘડી કાઢ્યા? કે પછી — ભૂતકાળમાં કોઈ વાર હું તેમના વચનનું મનન કરતો હતો ત્યારે ઈશ્વર પોતે મારી સાથે, તેમના દીકરા સાથે, બોલ્યા, અને “…મારું જે છે તેમાંથી તે લઈને તમને કહી બતાવશે” યોહાન 16:14 એ પોતાનું વચન મારામાં પૂરું કર્યું, અને મને “…પોતાના વિષેના ડહાપણને સારુ બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા…” એફેસીઓ 1:17 આપ્યો, તેથી આ આવ્યું? હાલ તો હું માનું છું કે એ છેલ્લું કારણ જ સાચું છે!
“શું તમે માનો છો કે ઈશ્વર સાથે સંગત રોજ થવી જોઈએ?” એ પ્રશ્નનો જવાબ આપવા માટે હું નીચેનાં શાસ્ત્રવચનો અને તેમના વિષે થોડા વિચારો રજૂ કરવા માગું છું. તમારા પ્રશ્ન પર મેં વિચાર કર્યો ત્યારે વારંવાર મારા મનમાં આ જ વિચારો આવતા રહ્યા.
આ શાસ્ત્રવચન પ્રમાણે, સાચું જ્ઞાન સાંભળવાનો અને જીવન પામવાનો માર્ગ એ છે કે હંમેશાં (અંગ્રેજી KJV માં: “daily”, એટલે રોજ) લક્ષ આપવું અને રાહ જોવી. સાચું જ્ઞાન યોગ્ય અર્થઘટન વાપરીને ફક્ત માનવ બુદ્ધિથી પ્રાપ્ત થતું નથી, પણ પ્રકટીકરણથી પ્રાપ્ત થાય છે! ઈશ્વરે વચન આપ્યું છે કે ખ્રિસ્તનું જે છે તેમાંથી લઈને તે “…તમને કહી બતાવશે…” યોહાન 16:14, અને એને “…પોતાના વિષેના ડહાપણને સારુ બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા…” તથા “…તમારાં અંતર્નયનો પ્રકાશિત થઈ ગયા હોવાથી…” એફેસીઓ 1:17-18 એમ કહેવામાં આવ્યું છે.
માણસો અને રાજાઓ જે કંઈ ઇચ્છી શકે તે સર્વમાંથી, દાઉદે કહ્યું કે તેણે એક જ વસ્તુ ઇચ્છી! તે પોતાના જીવનના દરેકે દરેક દિવસે પ્રભુની હજૂરમાં રહેવા ઇચ્છતો હતો. તે પ્રભુના સૌંદર્યને નિહાળવા ઇચ્છતો હતો, અને ઈશ્વર પાસે બાબતો પૂછવા ઇચ્છતો હતો.
“…રાતદિવસ…” એ શબ્દ મને એવું સૂચવતો નથી કે મારી પાસે સમય હોય ત્યારે કે અનુકૂળ હોય ત્યારે ક્યારેક કરવાની વાત છે; પણ એ “હંમેશની” વાત છે — દરરોજ, દરરાત, મારા જીવનના સર્વ દિવસો.
પાણીની તરસ, જે ઈશ્વરે આ આત્માની તરસના ચિત્ર તરીકે આપણામાં મૂકી છે, તે રોજ લાગે છે! હું જે દિવસે જાગું છું તે દરેક દિવસે મને તરસ લાગે છે. શું આ એ આત્માની તરસનું ચિત્ર નથી, જે આપણને રોજ લાગવી જોઈએ?
એ પ્રશ્ન પર મેં વિચાર કર્યો ત્યારે પ્રભુએ મને યાદ કરાવેલી કલમોમાંની આ થોડી છે. એમના પર વિચાર કરું છું ત્યારે, મારા ઈશ્વરને રોજ, વહેલી સવારે, અને રાત્રે પણ શોધવાની મને અંગત રીતે ફરજ લાગે છે.
ભાઈ, હું જે રીતે વિચારું છું તે રીતે કેમ વિચારું છું એની મેં ફરી તપાસ કરી, ત્યારે મને ખાતરી થઈ છે કે મારા પ્રભુ ખરેખર ઇચ્છે છે કે હું તેમની હજૂરને શોધું — તેમના સૌંદર્યને નિહાળવા માટે, અને તેમની પાસે જ્ઞાન તથા માર્ગદર્શન માગવા માટે… રોજ.
મને ધારદાર બનાવવા બદલ આભાર (નીતિવચનો 27:17).એક સાથી સેવક