ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા
નોંધ: આ લેખ સુવાર્તા શ્રેણીનો એક ભાગ છે, અને પાપનું વેતન મરણ છે લેખનું અનુસંધાન છે.
“કેમ કે ઈશ્વરે માનવજગત પર એટલો બધો પ્રેમ કર્યો
કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપ્યો,
એ સારુ કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે
તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે.
કેમ કે માનવજગતને દોષિત ઠરાવવા માટે નહિ,
પણ તેમનાંથી માનવજગતનો ઉદ્ધાર થાય,
માટે ઈશ્વરે પોતાના દીકરા ઈસુને દુનિયામાં મોકલ્યા છે.
તેમના પર જે વિશ્વાસ કરે છે, તે અપરાધી ઠરતો નથી;
પણ જે વિશ્વાસ નથી કરતો, તે અપરાધી ગણાઈ ચૂક્યો છે,
કેમ કે ઈશ્વરના એકનાએક દીકરા ઈસુના નામ પર
તેણે વિશ્વાસ કર્યો નથી.”
યોહાન 3:16-18
ઈશ્વર માણસ પર પ્રેમ કરે છે અને પાપીઓનું પોતાની સાથે સમાધાન કરાવવા ઇચ્છે છે, તેથી તેમણે પોતાના દીકરાને
મરણ પામવા અને પાપની કિંમત ચૂકવવા માટે આ દુનિયામાં મોકલ્યા.
ખ્રિસ્ત મરણ પામ્યા, દફનાવાયા અને પાછા સજીવન થયા…
“કેમ કે જે મને પ્રાપ્ત થયું છે, તે મેં પ્રથમ તમને સોંપી દીધું
કે શાસ્ત્રવચનો પ્રમાણે ખ્રિસ્ત આપણાં પાપને સારુ મરણ પામ્યા;
વળી શાસ્ત્રવચનો પ્રમાણે ઈસુને દફનાવવામાં આવ્યા;
અને ત્રીજે દિવસે તેઓ સજીવન થયા.”
1 કરિંથીઓ 15:3-4
ખ્રિસ્ત આપણાં પાપોને માટે ફક્ત મરણ જ પામ્યા એટલું નહિ, પણ તેમને દફનાવવામાં આવ્યા, અને પછી
ત્રણ દિવસ પછી તેઓ મૂએલાંમાંથી સજીવન થયા.
“…તેમણે જેમ કહ્યું હતું તેમ તે સજીવન થયા છે…”
માથ્થી 28:6
“તેમને ઈશ્વરે ત્રીજા દિવસે સજીવન કર્યા…”
પ્રેરિતોનાં કૃત્યો 10:40
“પણ ઈશ્વરે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા.”
પ્રેરિતોનાં કૃત્યો 13:30
પછી, પોતાના શિષ્યોની સાથે 40 દિવસ પૃથ્વી પર રહ્યા પછી, તેઓ સ્વર્ગમાં ચઢી ગયા.
“…તેઓના દેખતા તેમને ઉપર લઈ લેવાયા…”
પ્રેરિતોનાં કૃત્યો 1:9
“એ ઈસુને ઈશ્વરે સજીવન કર્યા છે…
માટે ઈશ્વરને જમણે હાથે તેમને ઉપર લઈ લેવામાં આવ્યા…”
પ્રેરિતોનાં કૃત્યો 2:32,33
ખ્રિસ્ત… એકમાત્ર માર્ગ
“ઈસુ તેને કહે છે કે,
‘માર્ગ, સત્ય તથા જીવન હું છું;
મારા આશ્રય વિના પિતાની પાસે
કોઈ આવતું નથી.’”
યોહાન 14:6
“એટલે, ઈશ્વર ખ્રિસ્તમાં પોતાની સાથે માનવજગતનું સમાધાન કરાવીને…”
2 કરિંથીઓ 5:19
“બીજા કોઈથી ઉદ્ધાર નથી,
કેમ કે જેથી આપણો ઉદ્ધાર થાય એવું
બીજું કોઈ નામ આકાશની નીચે
માણસો મધ્યે અપાયેલું નથી.”
પ્રેરિતોનાં કૃત્યો 4:12
ઈસુ ખ્રિસ્તે પોતાના મરણ અને વહેવડાવેલા રક્ત દ્વારા, પોતાના દફન અને પોતાના પુનરુત્થાન દ્વારા, આત્મિક રીતે મૂએલા અને
અપરાધી ઠરેલા પાપીઓને માફી મળે અને ઈશ્વર સાથે તેઓનું સમાધાન થાય, એ માટેનો માર્ગ તૈયાર કર્યો છે.
સદીઓથી માણસ બીજા દેવોની ભક્તિ કરીને પોતાની પાપી દશાનો ઉપાય શોધવાનો પ્રયત્ન કરતો આવ્યો છે, અને
આ ક્ષણે પણ કરી રહ્યો છે.
તોપણ ઈશ્વરનો પાયો દૃઢ રહે છે…
“…ઈસુ તેને કહે છે કે, ‘માર્ગ, સત્ય તથા જીવન હું છું; મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી.’”
“…જેથી આપણો ઉદ્ધાર થાય એવું બીજું કોઈ નામ આકાશની નીચે… અપાયેલું નથી.”
મરણમાંથી જીવનમાં જવાનો માર્ગ
હું તમને નિશ્ચે કહું છું કે,
જે મારાં વચન સાંભળે છે
અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે,
તેને અનંતજીવન છે;
તે અપરાધી ઠરશે નહિ,
પણ તે મૃત્યુમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે.
યોહાન 5:24
પવિત્રશાસ્ત્રના આ ભાગમાં ઈસુએ વચન આપ્યું કે જેઓ સાંભળશે અને વિશ્વાસ કરશે તે સર્વને આ બાબતો મળશે.
1. અનંતજીવન
આ એવું જીવન છે જે અંત વિના ચાલુ જ રહે છે, અનંતકાળ સુધી. આ વચન પ્રમાણે, આપણે શારીરિક રીતે મરણ પામીએ ત્યાર પછી પણ આપણે જીવતા રહીએ છીએ. કેવું જીવન? અનંતજીવન!
2. અપરાધી ઠરવું નહિ
રોમનો 5:18 માં ઈશ્વર કહે છે (અહીં “એક અપરાધ” એટલે આદમનો અપરાધ, અને “એક ન્યાયી કાર્ય” એટલે ઈસુ ખ્રિસ્તનું ન્યાયી કાર્ય):
માટે જેમ એક અપરાધથી બધા મનુષ્યોને શિક્ષા ફરમાવાઈ,
તેમ એક ન્યાયી કાર્યથી બધા માણસોને જીવનરૂપ ન્યાયીકરણનું દાન મળ્યું.
તેથી, જે દંડાજ્ઞા હેઠળ આપણે જન્મ્યા હતા, તે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ તો દૂર થઈ શકે છે.
3. “…તે મૃત્યુમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે.”
યાદ રાખો, માણસ આત્મિક રીતે મૂએલો જન્મે છે, પણ આ વચન પ્રમાણે ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા
તે આત્મામાં સજીવન થઈ શકે છે.
આપણે પાપમાં મરણ પામેલા હતા ત્યારે
ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા,
કૃપાથી તમે ઉદ્ધાર પામેલા છો;
એફેસીઓ 2:5
તમે તમારા અપરાધોમાં તથા તમારા મનુષ્યદેહની બેસુન્નતમાં મૃત હતા ત્યારે
તેમણે તમારા સર્વ અપરાધોની માફી આપીને
તમને ખ્રિસ્તની સાથે સજીવન કર્યાં.
કલોસ્સીઓ 2:13
સારાંશ
- ઈસુ ખ્રિસ્ત આપણાં પાપોની કિંમત ચૂકવવા માટે મરણ પામ્યા.
- તેમને દફનાવવામાં આવ્યા, ત્રીજે દિવસે તેઓ સજીવન થયા અને સ્વર્ગમાં ચઢી ગયા.
- આત્મિક રીતે મૂએલા, અપરાધી ઠરેલા પાપીઓના ઉદ્ધાર માટે તેઓ જ એકમાત્ર માર્ગ છે.
- તેઓ મરણ પછીના જીવનનું વચન આપે છે; આપણાં પાપો માટે કોઈ દંડાજ્ઞા કે ન્યાયચુકાદો નહિ; અને આપણે હવે આત્મિક રીતે મૂએલા નહિ, પણ આપણા આત્મામાં જીવંત રહીશું.
આ વિષે વધુ જાણવા માટે આ વિડિયો શિક્ષણ જુઓ (અંગ્રેજીમાં): Does God Keep Records?